• JK paper staff visit at Institute
  JK paper staff visit at Institute
 • Electrician Trade
  Electrician Trade
 • Bharti mela On 6th December 2019
  Bharti mela On 6th December 2019
 • Industrial visit at Ukai Thermal Power Station
  Industrial visit at Ukai Thermal Power Station
Welcome to :: Govt. ITI UKAI ::
આઈ.ટી.આઈ ઉકાઈ ૦૬-૦૭-૧૯૮૩ ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેમાં ૬ એન્જીનીયરીંગ ટ્રેડ હતા અને કુલ ભરવાપાત્ર બેઠકો ૧૮૦. સંસ્થાનું નવીનીકરણ અને સુ‌‍‌દ્રઢ રીતે વિકાસ કરવાના હેતુથી નજીકની ઇન્ડસ્ટ્રી JK Paper Ltd. સાથે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર શીપ સ્કીમ અંતર્ગત સંલગ્ન થઈ. સમયાંતરે નવા ટ્રેડ શરૂ કરવામાં આવ્યા હાલમાં કુલ ૧૧ ટ્રેડ છે તેમજ એન્જીનીયરીંગ ટ્રેડની કુલ ભરવાપાત્ર બેઠકો ૪૭૭, નોન એન્જીનીયરીંગ ટ્રેડની કુલ ભરવાપાત્ર બેઠકો ૩૭૧ અને સ્ટાફની સંખ્યા ૩૩ છે. સંસ્થાની જમીનનું કુલ ક્ષેત્રફળ ૬૩૦૪૦ ચો.મીટર છે. સને ૧૯૯૯-૨૦૦૦ માં મકાનનું બાંધકામ કરવામાં આવ્યું હતું જમીનના કુલ ક્ષેત્રફળ માંથી મકાનનું ક્ષેત્રફળ ૧૭૨.૫૬ ચો. મીટર છે. સંસ્થા ત્રણ શિફ્ટ માં કાર્યરત છે:
First Shift time 07:30AM to 2:45PM
Second Shift time 09:30AM to 05:15PM
Third Shift time 01:45AM to 08:30PM
Available Trades
Armature And Motor Revinding
2 SEM | 8th
રોજગારની તકો: તાલીમાર્થી સ્વતંત્ર વ્યવસાય કરી શકે જેમાં વિવિધ ઈલેક્ટ્રીકલ એસેસરીઝ્નું વેચાણ, મોટરનું રીવાઈન્ડીગ, સબમર્શીબલ મોટર-સ્ટાર્ટરનું વેચાણ,રીવાઈન્ડીગ તથા ઈન્સ્ટોલેશન તથા ઔધોગિક એકમોમાં રીવાઈન્ડર તરીકે, ઓટોગેરેજ માં રીવાઈન્ડર તથા ઓટો વાયરીંગ માટે કામગીરી બજવી શકે
તાલિમી સ્કીલ: જેમાં ઘરગ્થ્થુ વપરાશના સાધનો જેવાકે., ફ્રીઝ,ઘરધંટી,પાણી ના પંપ,મીક્ષ્ચર,સીલીંગફેન, ટેબલફેન વગેરેની મોટરોનું રીપેરીંગ કે રીવાઈન્ડીગ,હાઉસ વાયરીંગ રીપેરીંગ, દરેક જાત ની મોટરો તથા દરેક પ્રકાર ના પંખા,સ્ટાટ, વાઈન્ડીગ, ડાયોગ્રામ, તેમા ઉદભવતી ખામીઓ અને તેના નિવારણનુ કૌશલ્ય મેળવી શકે છે.
Computer Operator Cum Programming Assistant(Tasp)
2 SEM | 10th
રોજગારની તકો: Computer Operator તરીકે, Programming Assistant તરીકે સરકારી,નગરપાલિકા કચેરી, જાહેર સાહસો, શૈક્ષણિક સંસ્થાઓ, ઇંન્ડસ્ટ્રીઝ, COMPUTER TUTION CLASS, PRIVATE SOFTWARE BUSSNESS, GEB માં વિપુલ તકો રહેલી છે.
તાલિમી સ્કીલ: જેમાં MS Office, Open Office, MS Access , Basic Networking & Internet, HTML,DHTML & CSS , java Script, Tally અને VBA જેવા SOFTWARE ને ઓપરેટ કરવા માટે ની તાલીમ આપવામાં આવે છે. તેમજ BASIC ACCOUNTING SOFTWARE, BASIC Web Designing, Basic Hardware Maintenance & Networking નો પણ Skill મેળવી શકાય.
Fitter(Tasp)
4 SEM | 10th
રોજગારની તકો: તાલીમાર્થી ઉપર મુજબની સ્કીલ મેળવી/શીખી ને નાના તેમજ મોટા ઔધોગિક એકમો માં 'ફીટર' તરીકે કામગીરી બજાવી શકે છે તેમજ પોતાનું વર્કશોપ પણ શરુ કરી શકે છે
તાલિમી સ્કીલ: ફીટીંગ, ટેપીંગ, થ્રેડીંગ, ડ્રીલીંગ,પાઇપ ફીટીંગ, ટર્નીંગ, વેલ્ડીંગ, એસેમ્બલીંગ, વાલ્વ રીપેરીંગ કરતાં શીખશે.
Sewing Technology
2 SEM | 8th
રોજગારની તકો: ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં કટર , મશીન ઓપરેટર , પેટર્ન મેકર તરીકે નોકરી મેળવી શકે છે. દરજીની દુકાનમાં તેમજ સ્વરોજગારી તરીકે આ વ્યવસાય ઉપયોગી છે. જેમ કે, સિવણ ક્લાસ ચલાવવા , ઘર બેઠાં લોકોનાં કપડાં સીવવા , રેડીમેઇડ ગારમેન્ટ બનાવવા વગેરે કામ દ્વારા સ્વરોજગારી મેળવી શકાય છે.
તાલિમી સ્કીલ: હેન્ડ એમ્બ્રોઈડરી તેમજ ગારમેન્ટનું પેટર્ન મેકિંગ , કટીંગ , સ્ટીચીંગ , ફિનિસિંગ , પ્રેસીંગ વગેરેની તાલીમ આપવામાં આવે છે તેમજ જુદાં જુદાં ઈન્ડસ્ટ્રીઅલ મશીનો ચલાવવાની તાલીમ આપવામાં આવે છે.
Wireman
4 SEM | 8th
રોજગારની તકો: જી.ઈ.બી., નગરપાલીકા, તાલુકા પંચાયત, રેલ્વે, પી. ડબલ્યુ. ડી., ઉધોગ તેમજ સ્વતંત્ર ધંધો
તાલિમી સ્કીલ: ઇલેક્ટ્રીસિટી તેમજ ઇલેક્ટ્રોનિક વિજ્ઞાનનુ બેઝિક જ્ઞાન, હાઉસ વાયરિંગ,ઔધગિકવાયરિંગ, ઇલેક્ટ્રીસીટી જનરેશન, ટ્રાન્સમીશન, ડીસ્ટ્રીબ્યુશન અને ઓવરહેડ લાઇનનોઅભ્યાસ,ગ્રુહ સાધનોનુ રિપેરીંગ,બેટરીની જાળવણી અનેરિપેરીંગ કરવાની તાલીમ મેળવે છે.
Welder Cum Fabricator
2 SEM | 8th
Attendant Operator Chemical Plant(Aocp)
4 SEM | 10th
રોજગારની તકો: ONGC, HPCL, IOCL, Reliance, UPL, CADILA, RALLIS IND, G.N.F.C., GSFC,G.I.D.C. માં નાના મોટા ઔધોગિક એક્મોમા કેમીકલ પ્લાંટ ઓપરેટ કરી શકશે.
તાલિમી સ્કીલ: યુનિટ ઓપરેશન- ફ્લ્યુડ ફ્લોવ ઓપરેશન, હિટ ટ્રાન્સફર ઓપરેશન, યુનિટ પ્રોસેસ- ઓકસિડેશન, રિડકશન, સલ્ફોનેશન, નાઈટ્રેશન, હાઈડ્રોજીનેશન. પી.એલ.સી અને ડી.સી.એસ, મેજરીંગ ઇન્સટ્રૂમેન્ટ, પોલ્યુશન કંટ્રોલીંગ ઇક્વિપમેન્ટ.
Basic Cosmetology
2 SEM | 10th
Electrician(Tasp)
4 SEM | 10th
રોજગારની તકો: જાહેર તેમજ ખાનગી ઈન્ડસ્ટ્રીઝમાં ઈલેકટ્રીશ્યન તરીકે રોજગારીની ઉજળી તકો રહેલી છે. તેમજ પોતાનો સ્વતંત્ર રોજગાર પણ કરી શકે છે.
તાલિમી સ્કીલ: ડોમેસ્ટીક અને ઈન્ડસ્ટ્રીયલ વાયરીંગનું ઈંન્સ્ટોલેશન અને મેઈન્ટેનન્સ દરેક જાતનાં ઈલેક્ટ્રીકલ મશીનોનું ઈંન્સ્ટોલેશન અને મેઈન્ટેનન્સ.
Electronics Mechanic
4 SEM | 10th
રોજગારની તકો: જી.ઈ.બી., નગરપાલીકા , તાલુકા પંચાયત, રેલ્વે, પી. ડબલ્યુ. ડી., ઉધોગ તેમજ સ્વતંત્ર ધંધો
તાલિમી સ્કીલ: ઇલેક્ટ્રીસિટી તેમજ ઇલેક્ટ્રોનિક વિજ્ઞાનનુ બેઝિક જ્ઞાન, હાઉસ વાયરિંગ,ઔધગિક વાયરિંગ,મોટરોનુ રિંવાઇન્ડીંગ, ઇલેક્ટ્રીસીટી જનરેશન, ટ્રાન્સમીશન, ડીસ્ટ્રીબ્યુશન અને ઓવરહેડલાઇનનો અભ્યાસ બેટરીની જાળવણી અને રિપેરીંગ,નાના કદના ટ્રાન્સફોર્મરની ઉત્પાદન અંગેની તાલીમ મેળવે છે.
Welder
2 SEM | 10th
રોજગારની તકો: તાલીમાર્થી ONGC, Essar steel, L&T, નાના મોટા ઓદ્યોગીક એકમોમાં વેલ્ડર તરીકે ની કામગીરી બજવી શકે છે. તેમજ, અનુભવ બાદ પોતાનુ ફેબ્રીકેશનનુ કારખાનુ ખોલી બારી,ગ્રીલ,દરવાજાનાં કામો કરી શકાય છે
તાલિમી સ્કીલ: આ ટ્રેડમાં ભણતા તાલીમાર્થીઓ આર્ક તથા ગેસ વેલ્ડીંગ, ટીગ (GTAW) વેલ્ડીંગ, CO2 (GMAW) વેલ્ડીંગ, સ્પોટ વેલ્ડીંગ કરતા શીખશે તેમજ ગેસ કટીંગ, પ્લાઝમા આર્ક કટીંગ પણ શીખી શકશે.
Connect with us